તાલીમ કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૦૯-૧૦ દરમ્યાન રૂ. ૫.૨૭ કરોડની ફાળવણી થયેલ છે. જેમાં કેન્દ્રર સરકાર પુરસ્કૃવત રૂ.૩.૯૫ કરોડ તેમજ રાજય સરકાર પુરસ્કૃત રૂ.૧.૩૨ કરોડ ફાળવવામાં આવેલ છે.
કેન્દ્રં સરકારની યોજના હેઠળ ગુજરાતમાં પંચાયતીરાજ સંસ્થારઓના બીન સરકારી હોદેદારોને તાલીમ માટે પંચાયતીરાજ તાલીમ કેન્દ્રોજ ત્રીજી પંચવર્ષીય યોજનામાં શરૂ કરવામાં આવ્યા હતા.
(૧) ગુજરાત વિધાપીઠ સંચાલીત પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર સાદરા.
૧૯૨૦માં મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિધાપીઠ ધ્વારા પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર, સાદરા ગાંધીનગર જિલ્લામાં આવેલુ છે. વિધાપીઠ સને ૧૯૬૮થી લોકશાહી વિકેન્દ્રીરકરણના ધ્યેયને અનુરૂપ ગ્રામ/નગર કક્ષાએ આદર્શ વહીવટી ગ્રામનવનિર્મિત અને ગાંધી યુકત ગ્રામસ્વયરાજની ભાવનાને મૂર્તિમંત કરી શકે તેવા પદાધિકારીઓ અને પાયાના કર્મચારીઓને તાલીમ આપવાનું કામ કરે છે. પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર, સાદરા જિ.ગાંધીનગરમાં ગ્રામ પંચાયતો માટે રાજય સરકારના નવા નિયુકત થયેલ ત.ક.મંત્રીશ્રીઓ પંચાયતોને આદર્શ વહીવટ કરી શકે તે માટે વહીવટી ૪ માસની પાયાની તાલીમના વર્ગો ચલાવે છે. ગ્રામ પંચાયતોના કાયમી પંચાયત મંત્રીઓ માટે ૩ અને બે અઠવાડીયાના પવર્ગો ચલાવે છે. સાદરા તાલીમ કેન્દ્ર માટે સાદરા ગામમાં જુની સિવીલ હોસ્પિટલના મકાનો અને જમીન સને ૧૯૪૭માં સાદરા એજન્સી સમાપ્ત થતાં વણવપરાયેલાં પડયા હતા તે મકાનોમાં સામાન્ય રીપેરીંગ કરીને તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. આ મકાનો અને જમીન ગુજરાત સરકારે સને ૧૯૭૮માં ગુજરાત વિધાપીઠની રૂપિયા ૫૦૧ ના કન્સેજશનલ સેલથી તાલીમ અને શિક્ષણના હેતુ માટે આપેલ. પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર તરીકે ઓળખાતા આ પરિસરમાં છાત્રાલય વર્ગખંડ, રસોડુ, પ્રાર્થનાખંડ, કાર્યાલય, ગ્રંથાલયની વ્યવસ્થા છે.
તાલીમ કાર્યક્રમ માટે તાલીમ કેન્દ્રોને રાજય સરકાર ૧૦૦ ટકા ગ્રાન્ટ આપે છે. અને નિયત સ્ટાફ પેટર્ન મુજબ તા.વિ.અ.શ્રી કક્ષાના વર્ગ-૨ ના આચાર્ય, સરકારમાંથી પ્રતિનિયુકિત ઉપર અને પંચાયત, મહેસુલ અને ગ્રામ વિકાસના ત્રણ અધ્યાપક હોય છે. અધ્યાપકોની ભરતી સંસ્થા કરે છે. સાદરા તાલીમ કેન્દ્રના આચાર્ય તરીકે સંસ્થાન નિયુકિત આચાર્યની સરકારે મંજૂરી આપી છે.
(૨) પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર , સણોસરા
તા.૧-૫-૧૯૬૦ના રોજ ગુજરાતની સ્થાપના થતાં ૧૯૬૩થી પંચાયતીરાજની સ્થાપના પણ ગુજરાતમાં કરવામાં આવી. વધુમાં ૧૯૬૧ના કાયદા અન્વયે ત્રિસ્તેરીય પંચાયતીરાજ માળખું અસ્તિત્વમાં આવ્યુ અને તેના પરિણામે તાલીમનું એક નવું સિમાંકન ખુલ્યું જે અન્વયે ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓને તાલીમ આપીને કાર્યની રીતે સભાન બનાવવા તેવું સૂચન બળવંતરાય મહેતા અને શ્રી રસિકલાલ પરીખ તરફથી કરવામાં આવ્યું. આ અન્વયે લોકભારતી સણોસરા ગ્રામ વિધાપીઠ, સ્વૈચ્છિક સંસ્થાને તાલીમ અંગેની કાર્યવાહી રાજય સરકારે સોંપી. જેમાં શરૂઆતના તબકકામાં ગ્રામ તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે તાલીમ આપવામાં આવતી જેનો તમામ ખર્ચ રાજય સરકાર આપતી. ત્યારબાદ રાજય સરકારનું સૂચન થતાં ૧૯૬૬-૬૭થી ગ્રામ લેવલના ત.ક.મંત્રીશ્રીઓને પણ તાલીમ આપવાનું કાર્ય સંસ્થાં સંચાલિત તાલીમ કેન્દ્રને સોંપવામાં આવ્યું. ધીમે ધીમે ગ્રામ લેવલના કર્મચારીઓ એટલે બિન તાલીમી ત.ક.મંત્રીઓની સંખ્યા વધી જવાના પરીણામે તાલીમ સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો અને પદાધિકારીશ્રીઓની તાલીમ માટે ગાંધીનગર ખાતે તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યુ. હાલમાં તાલીમ કેન્દ્રમાં પાયાના અને રીફ્રેસર વર્ગો ચાલે છે. તેમજ ત.ક.મંત્રી તથા મહેસુલ કેડરના ત.ક.મંત્રીઓને પૂર્વસેવા તાલીમ આપવાની જવાબદારી પણ સુપ્રત થયેલ છે. આ તાલીમમાં આવતા તાલીમાર્થિઓને સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવે છે. તાલીમ કેન્દ્ર્ ચલાવવા રાજય સરકાર ૧૦૦ ટકા ગ્રાન્ટ તેમજ મકાન મરામત વાર્ષિક - ૪૦૦૦ ગ્રાન્ટ (૧૯૮૮થી નકકી) કરેલ છે. વધુમાં નવું મકાન બનાવવા માટેની ગ્રાન્ટ પણ રાજય સરકાર ફાળવે છે. ૧૯૬૭ના ઠરાવથી દરેક તાલીમ કેન્દ્ર માટે રાજય સરકારે મહેકમનું માળખુ પણ ઉપસ્થિત કર્યુ. તે મુજબ આચાર્યની જગ્યા વર્ગ-૨ના અધિકારી અથવા સમકક્ષ લાયકાત ધરાવનારની દરખાસ્ત તાલીમ કેન્દ્ર ચલાવનાર ઇન્ટ્રીક ટયુટના સંચાલક કરે છે અને વિકાસ કમિશ્નરશ્રી બહાલી આપે છે. અને પંચાયત વિભાગ મંજૂરી આપે છે. ત્રણ અધ્યાપકો સરકારમાં કામ હોય તેવા ડેપ્યુટેશન ઉપર લઇ શકાય તેવા તેમજ તલાટી કરતાં અપર કેડરના હોવા જરૂરી છે.
(૩) સરસ્વતી ગ્રામ વિધાપીઠ સમોડા-ગણવાડા.
ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતીરાજ આવતાં પંચાયતના પદાધિકારીશ્રીઓને તાલીમ મળી રહે તે માટે રાજયમાં આવેલી ગ્રામવિકાસની વિભાવના ધરાવતી સ્વૈહચ્છિરક સંસ્થાઓને તાલીમની કામગીરી રાજય સરકારે સોંપી. ત્યારબાદ ૧૯૬૬-૬૭થી ત.ક.મંત્રીશ્રીઓને પણ તાલીમ આપવાનું આવી સ્વૈચ્છિક સંસ્થાઓ સંચાલિત સંસ્થાઓને સોંપવામાં આવી. આ પૈકીની એક સંસ્થા સરસ્વતી ગ્રામ વિધાપીઠ, સમોડા-ગણવાડા ખાતે ૧૯૭૧થી તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ. તાલીમ કેન્દ્ર ચલાવવા માટે રાજય સરકાર મહેકમની ૧૦૦ ટકા ગ્રાન્ટ, મરામત ખર્ચ પેટે વાર્ષિક - ૫૦૦૦ ગ્રાન્ટ ફાળવે છે. આચાર્યની જગ્યા પર વર્ગ-૨ના અધિકારી સરકારશ્રી તરફથી મુકવામાં આવે છે. જયારે અધ્યાપકશ્રીની ભરતી કરીને રાજય સરકારની બહાલી મેળવવામાં આવે છે.
(૪) સ્વરાજ આશ્રમ, બારડોલી.
સુરત જિલ્લામાં સ્વરાજ આશ્રમ, બારડોલી ૧૯૬૫માં ગુજરાત સરકારના ૧૦૦ ટકા સહાય અનુદાનથી પંચાયતીરાજ તાલીમ કેન્દ્રા શરૂ કરવાનું ઠરાવેલું છે આ તાલીમ કેન્દ્રુ સરકારશ્રીના ધારધોરણ મુજબ તેમજ વિકાસ કમિશ્નર કચેરીના ર્માગદર્શન હેઠળ ચલાવવામાં આવે છે. આ તાલીમ કેન્દ્રમાં ત.ક.મંત્રી તથા સરપંચ, ઉપ સરપંચશ્રી તથા અન્ય પદાધિકારીશ્રીઓને તાલીમ આપાવામાં આવે છે. સરકારશ્રીની સૂચનામુજબ ત.ક.મં.ત્રીઓ માટે પાયાની તાલીમ ગ્રામ વિકાસ કરવામાં આવે છે. જયારે ઓપવર્ગની તાલીમ ૧૪ દિવસની રાખવામાં આવેલ છે. બારડોલી તાલીમ કેન્દ્ર ને આઠ જિલ્લાઓ જેવા કે, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ફાળવવામાં આવેલ છે. જેમાંથી તાલીમાર્થીઓ આવે છે. તાલીમ કેન્દ્રનું ૧૦ ટકા મહેકમ ગ્રાન્ટ તેમજ મરામત પેટે ગ્રાંટ આપવામાં આવે છે. તાલીમ કેન્દ્રમાં ૧ આચાર્ય તેમજ ૩ અધ્યાપક, સિનીયર કલાર્ક-૧, પટાવાળા-૨, રસોયા-૧,ની જગ્યા ઓ સરકારશ્રીએ મંજૂર કરેલ છે. અને હાલમાં પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, બારડોલીના નવા મકાનની જમીન ફાળવણી મોજે-મોતા ખાતે ફાળવણી કરવામાં આવેલ છે અને મકાન બાંધકામ અંગેની કામગીરી પ્રગતિમાં છે.
(૫) ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ સંચાલિત પદાધિકારીશ્રી તાલીમ કેન્દ્રર, ગાંધીનગર.
પંચાયતીરાજને વધુ સરળ બનાવવા માટે લોકો ધ્વારા ચૂટાયેલા પ્રતિનિધિઓની પંચાયતીરાજ સાથે સંકળાયેલી બાબતોની વધુ અને સારી જાણકારી મળી રહે તે માટે પંચાયતોના પદાધિકારીઓને તાલીમ આપવાનું આવશ્યક જણાયું. તેથી ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં બાબતની દરખાસ્ત રાજય સરકારે ધ્યાને લઇને ગાંધીનગર ખાતે ગુજરાત રાજય પંચાયત પરીષદના ઉપક્રમે પંચાયતોના પદાધિકારીઓ માટે એક તાલીમ કેન્દ્ર શરૂ કરવાનું નકકી કર્યુ. તેમજ તા.૧૧-૫-૧૯૭૯ના ઠરાવ મુજબ જગ્યા્ઓ મંજુર કરવામાં આવી. ગુજરાત પ્રદેશ પંચાયત પરીષદને પોતાની પ્રવૃતિઓ માટે ભવનની જરૂરિયાત ઉભી થતાં સરકારશ્રીએ સેકટર-૧૭માં કુલ ૧૨૫૮૦ ચો.મી.જમીન ફાળવી. જેમાંથી ૭૫૦૦ ચો.મી.માં પંચાયત પરીષદનું મકાન તેમજ સામી બાજુ ૫૦૮૦ ચો.મી.જમીન પર તાલીમ કેન્દ્રનું નિર્માણ થયું. વર્ષ ૧૯૯૨થી તાલીમ કેન્દ્ર ખાતે પદાધિકારીશ્રીઓ માટે વર્ગો શરૂ કરવામાં આવ્યા.
નિયામકશ્રી, ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ ભવન, શશીકુંજ, જૂનાગઢ ખાતે ત્રણ તાલીમ કેન્દ્રો પંચાયત વિભાગની સીધી દેખરેખ હેઠળ તેમજ પંચાયતી રાજ પ્રાદેશિક તાલીમ કેન્દ્ર, વડોદરા રાજય સરકાર દ્રારા વહીવટી અંકુશ હેઠળ અમલમાં છે. રાજયમાં આવેલ તમામ ૯ તાલીમ કેન્દ્રોમાં તલાટી કમ મંત્રીઓની પાયાની તાલીમ ચાલી રહેલ છે.