- ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ અન્વયે ગ્રામ પંચાયતના પદાધિકારીઓ સામેની અપીલ, ગ્રામ / તાલુકા / જિલ્લા પંચાયત ચૂંટણી અંગેની કામગીરી, તાલુકા / જિલ્લા પંચાયતના ઠરાવો અવલોકનમાં લઇ પ્રતિષેધ અંગેની કામગીરી, જિલ્લા પંચાયતને પંચાયત અધિનિયમ અન્વયે માર્ગદર્શન આપવાની કામગીરી પેસા એકટ અન્વયેની કામગીરી પંચાયત સંવર્ગના વર્ગ-૩ ના કર્મચારીઓના શિક્ષાત્મક હુકમો સામેની અપીલો, બિનહરીફ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક અનુદાન આપવાની કામગીરી, જિલ્લા પંચાયતના પદાધિકારીઓની ફરજો પ્રત્યેઅ ગંભીર ગફલતથી નુકશાન બગાડ થયો હોય તો જવાબદારી નક્કી કરવાની કામગીરી, ગ્રામ પંચાયતની ચૂંટણી ન થાય તેવા સંજોગોમાં વહીવટદારની નિમણૂંક કરવા અંગે સરકારમાં દરખાસ્ત કરવા અંગેની કામગીરી, તાલુકા / જિલ્લા પંચાયતના ઠરાવ વિરૂધ્ધ અપીલની કામગીરી, તાલુકા / જિલ્લા પંચાયતના કિસ્સામાં પ્રથમ સભા બોલાવવા તથા તે અંગેની તકરાર સાંભળવાની સત્તા જિલ્લા પંચાયતના સદસ્ય ની ગેરલાયકાત અંગે જગ્યાત ખાલી પાડવા અંગેની કાર્યવાહી, તાલુકા / જિલ્લા પંચાયતની બેઠકોની સંખ્યા નક્કી કરવા તથા પ્રમુખના હોદ્દા અનામત રાખવાની કામગીરી, તાલુકા પંચાયતના સભ્યો ના રાજીનામા અંગેની તકરાર સાંભળવા, જિલ્લા પંચાયતના પ્રમુખના રાજીનામા મંજુર કરવાની સત્તા ની કામગીરી, ગ્રામ / તાલુકા / જિલ્લાન પંચાયત ઉપર એકંદર નિયંત્રણની કામગીરી.
- ગુજરાત પંચાયત અધિનિયમ – ૧૯૯૩ ની કલમ-૫૭(૩), ૫૯(૩), ૩૨(ર), ૭૩(૩), ૧૪૫(૧૭)(બ), ૬૩(૮), ૬૮(૪), ૭૭, ૮૨, ૮૯, ૭૦, ૮૪, ૧૪૫, ૨૪૯(૪) અને ૨૪૯(૫), ૨૬૭, ૨૭૩, ૨૭૫ ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલના નિયમ-૧૪-૨૧ હેઠળની અપીલો.