ડિસક્લેમર

ગુજરાત સરકારના પંચાયત વિભાગે લોકોને વિભાગને લગતી લોક ઉપયોગની માહિતી સરળતાથી એકજ જગ્યાથી મળી રહે તે હેતુથી આ વેબસાઇટ વિકસાવી છે. વેબસાઇટમાં આવેલી તમામ માહિતીમાં ચોકસાઇ અને ખરાપણા માટે પ્રયાસો કરવામાં આવેલ છે, તેમ છતાં તેમાં કોઇ ત્રૂટિ હોઇ શકે છે. આ બાબતે આપના કોઇ મંતવ્યો હોય તો અમારો સંપર્ક કરવા વિનંતી છે. આ સાઇટને સતત અદ્યતન રાખવા માટે અને અમારા ધ્યાનમાં લાવવામાં આવતી ભૂલોને સુધારવા માટે અમે તમામ પ્રયત્નો કરીશું.

આ સાઇટના ડોક્યુમેન્ટસમાં અન્ય લોકો અને ખાનગી સંસ્થાઓએ બનાવેલી માહિતી છે. બહારથી મળેલી માહિતીની ચોકસાઇ, સંગતતા, અધ્યધનતા અથવા સંપૂર્ણતા અંગે અમારું કોઇ નિયત્રંણ હોતુ નથી અથવા અમે એવી કોઇ બાંહેધરી આપતા નથી, એ બાબતનો આપનો ખ્યાલ રહે.

આ વેબસાઇટની માહિતી જાહેર જનતાના લાભ માટે છે. અને તેમાંથી કોઇ કાનૂની હક અથવા જવાબદારી ઉપસ્થિત થતી નથી. માહિતીના ખરાપણા અને કાર્યપદ્ધતિ અંગે ઘટતી તમામ કાળજી લેવામાં આવેલ હોવા છતાં કોઇ શરતચૂક અથવા ટાઈપિંગની કોઈ ભૂલ બદલ આ વિભાગ જવાબદાર નથી. કોઇ માહિતી સાચી નથી અથવા તેમાં સુધારાની જરૂર છે એવું આપને જણાય તો, તેના ઉપાયાત્મક પગલાં માટેના આપના મંતવ્યો આપી શકો છો. આ વેબસાઇટના પત્રકો/નમૂનાઓ (પી.ડી.એફ. ફાઇલ) સોફ્ટ કોપી અને હાર્ડ કોપી એમ બન્નેમાંથી લેવામાં આવેલ છે. કન્વર્ઝન વખતે અમુક ડોકયુમેન્ટના ફોર્મેટિંગ બદલાઇ જાય તેવું બની શકે છે. ક્ન્વર્ઝનથી ઊભી થતી ભૂલચૂક સુધારવા માટે પૂરતા પ્રયાસ કરેલ છે. તેમ છતાં, તેમાં હજુ પણ કોઇ ભૂલચૂક હોઇ શકે છે. આ બાબતે આપના કોઇ પ્રશ્નો હોય તો અસલ ડોક્યુમેન્ટની ફોટોકોપીનો સંદર્ભ લેવા અથવા તો અમારો સંપર્ક કરવા વિનંતી છે. વધુમાં લિંક કરેલી સાઇટ્સની નીતિ અથવા પદ્ધતિઓ અંગે અમારી કોઇ જ જવાબદારી નથી.