નાગરિક અધિકાર પત્ર

લોકશાહીમાં લોકો માટેની સરકારનો ખ્યાલ અમલમાં મુકાયેલો છે. નાગરિકોને રાજયના વહિવટીતંત્ર પાસેથી સેવા મેળવવાનો અધિકાર છે. કયા કામ માટે, કોની પાસે જવું, કેમ અરજી કરવી, કેમ ફરિયાદ નોંધાવવી વગેરે બાબતોમાં નાગરિકો પાસે પૂરતી માહિતી હોતી નથી. વળી, ધણીખરી વહીવટી કામગીરીઓ માટેના લધુત્તમ સમય નકકી થયા છે. એટલા સમયમાં કામ ન થાય તો નાગરિક ઉપરી અધિકાર સમક્ષ ફરીયાદ કરી શકે છે.

પરંતુ એ ફરીયાદ તો ત્યારે જ કરી શકે ને કે જયારે એને આ બધી બાબતોની જાણ હોય ! વાસ્તવમાં, લોકશાહીમાં આ બધી જાણકારી દરેક નાગરિકને પ્રાપ્ત થવી જોઇએ. એને આવી માહિતી આપતા સરકારી ખતપત્રને નાગરિક અધિકાર પત્ર કહી શકીએ.

આ એક ઐતિહાસિક તથ્ય છે ૨૪ મી મે ૧૯૯૭ને દિવસે વડા પ્રધાનશ્રીના પ્રમુખસ્થાને મુખ્ય મંત્રીશ્રીઓની પરિષદ મળી તેમાં એવું નકકી કરવામાં આવ્યું હતું કે અસરકારક અને જવાબદાર વહીવટ માટે પગલાં લેવાની તાત્કાલકિ જરુર છે. વહીવટી તંત્ર જવાબદાર અને પારદર્શક બને તે માટે પંડિત જવાહરલાલ નહેરુએ કહયું હતું કે, ન્યાયપૂર્ણ વ્યવહાર અને નિષ્‍ઠા એ વહીવટી તંત્રના આવશ્યક ગુણો છે. વહીવટી તંત્રની દક્ષતા અને શુધ્ધતા માટે નાગરિક સભાનતા જરુરી છે. જો નાગરિકોને કાર્યવધિઓની, એ માટે જરુરી કાગળો- અરજીઓની અને એ માટે નયિત થયેલ સમયની જાણકારી હોય તો દક્ષતા અને શુધ્ધતા બંને હેતુઓ સરી શકે.

આ સમગ વષિયના પાયામાં નાગરિકની જાણકારી અને સજજતા રહેલી છે. નાગરિક અગર પોતાના અધિકારો જ જાણતો ન હોય તો તંત્ર પાસેથી યોગ્ય અને સમયબધ્ધ કામગીરી નહિ કરાવી શકે. એની આવી જાણકારી અને સજજતાનો પાયો છે.

અધિકારપત્ર. નાગરિકને તંત્ર સાથેના વ્યવહારોમાં એના અધિકારની જાણ કરતો આ પત્ર લોકશાહી સમાજને માટે પાયાનો દસ્તાવેજ છે.

આ અધિકારપત્રની વિગતોની જાણકારી વધુ ને વધુ નાગરિકો સુધી પહોંચે તેમાં સંચાર માધ્યમોએ પણ ફાળો આપવો જોઇએ. માધ્યમો આ અધિકારપત્રની વિગતોથી પુનઃ રજુઆત કરી શકે. નાગરિકના અધિકારોની જાણ કરતા ટીવી કાર્યક્રમો, નાટિકાઓ, વાર્તાઓ સુધ્ધાં બની શકે.

ગુજરાત સરકારે હાલ પુરતું દસ ક્ષેત્રોમાં નાગરિક અધિકારપત્ર તૈયાર કરીને પ્રકાશતિ કરવાનું ઠરાવ્યું છે. આ નયિત ક્ષેત્રો છે.
  • મહેસુલ (કલેકટર કચેરી)
  • નાણાં
  • વાહન વ્યવહાર
  • નગરપાલિકા
  • ઉઘોગ
  • પોલીસ
  • આરોગ્ય
  • પંચાયત
  • શિક્ષણ
  • નાગરિક પુરવઠો

આ કામગીરીવાળી કચેરીઓમાં નાગરિકોને પોતાના કામ માટે અગવડ ન પડે તે માટે નાગરિક સુવિધા કેન્દ્ર​ ઉપલબ્ધ છે. આ કેન્દ્રમાં નાગરિકોને જરૂરી તમામ માહિતી પૂરી પડાશે.