યોજના વિશે (માહિતી)
ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબલક્ષી ગ્રામીણ આવાસ યોજનાઓની વસાહતમાં પર્યાપ્ત સાધનોના અભાવે પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, શેરીની પ્રકાશ વ્યવસ્થા, ઘરોમાં વીજળીકરણ, આંતરિક રસ્તાઓ, એપ્રોચરોડ વગેરે જેવી પાયાની નાગરિક સુવિધાઓ પુરી પાડી શકાતી નથી. જેથા કારણે વસાહતીઓના જીવન ધોરણની પરિસ્થિતિ સંતોષકારક નથી.
યોજનામાં સમાવિષ્ટ જમીન સંપાદન અને માળખાકીય સુવિધાઓ અંગેની જોગવાઇ અન્વયે નીચે મુજબની કામગીરી કરવાનું આયોજન છે.
(અ) ગ્રામીણ આવાસન માટે જમીન સંપાદન
- ગ્રામીણ આવાસન યોજના માટે ગામતળ ન હોય તેવા ગામ માટે તેમજ વિવિધ ગ્રામીણ આવાસ યોજના હેઠળ સંકુલ માળખાકીય સુવિધા સાથે પુરૂ પાડવાનું થતું હોય તે ગામ માટે ગામતળની જમીન ઉપલબ્ધ કરાવવી.
- જમીનની કિંમત જીલ્લા કક્ષાની મુલ્યાંકન સમિતિ દ્વારા કરાવવાની રહેશે.
- ગ્રામ પંચાયત દીઠ રૂ.૨ લાખ (રૂપિયા બે લાખ) ની મર્યાદામાં તેમજ જુદા જુદા વિસ્તારના પ્રવર્તમાન ભાવ મુજબ.
- આ યોજના હેઠ દર વર્ષે આશરે ૫૦૦ ગામોને આવરી લેવામાં આવશે.
- આ યોજના હેઠળ આશરે કુલ રૂ.૧૦૦૦.૦૦ લાખની ફાળવણી.
(બ) ગ્રામીણ આવાસન યોજના માટે પાયાની માળખાકીય સુવિધા પુરી પાડવા અંગે.
- ગામતળ જમીનની ઉપલબ્ધતાના આધારે સંકુલનું આયોજન થાય તેવી નવીન યોજનાને પ્રાથમિકતા.
- ગામ ખાતે ગ્રામીણ આવાસન જેવા કે સરદાર આવાસ યોજના, ઇન્દીરા આવાસ યોજના વગેરેના હયાત કલસ્ટરને સંકુલમાં ફેરવી પ્રાથમિક સુવિધા પુરી પાડી શકાશે.
- આ યોજના હેઠળ ગ્રામ્ય જીવન ધોરણ ઉચું લાવવા માટે માળખાકીય સુવિધા જેવી કે પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, શેરીની પ્રકાશ વ્યવસ્થા, ઘરોમાં વીજળીકરણ, આંતરિક રસ્તાઓ, એપ્રોચરોડ વગેરેનો સમાવેશ કરવાનો રહેશે.
- રાજય સરકારની જુદી જુદી ગ્રામીણ આવાસન યોજનાઓ સરદાર પટેલ આવાસન યોજના, ઇન્દિરા આવાસ યોજના વગેરેનો સમન્વય કરી શકાશે.
- એક ગામ માટે રૂપિયા પાંચ લાખની મર્યાદામાં સહાય પુરી પાડી શકાશે પરંતુ જરૂર જણાયે ૧૨માં નાણાપંચની ગ્રાન્ટમાંથી વધુ રૂપિયા બે લાખ વિકાસ કમિશ્નરશ્રીની કચેરીની મંજુરીથી ઉપયોગ કરી શકાશે.
- સંકુલમાં ઓછામાં ઓછા ૧૫ (પંદર) આવાસોનું આયોજન કરવાનું રહેશે.
- આ યોજના હેઠળ દર વર્ષે ૭૦૦ (સાતસો) ગામોને આવરી લેવાશે. જેના માટે અંદાજે રૂપિયા ૩૬૧૨/- લાખ (રૂપિયા છત્રીસ કરોડ બાર લાખ) ની ફાળવણી કરવામાં આવશે.
વર્ષ ૨૦૦૬-૦૭ માટે નવી બાબત તરીકે કરવામાં આવેલ કુલ ૪૪૯૨.૦૦ લાખની ફાળવણી જીલ્લાઓ વચ્ચે આયોજન પ્રભાગના ભારાંક મુજબ કરવામાં આવેલ છે. જે અંતર્ગત માર્ચ-૨૦૦૭ અંતિત રૂ.૪૪૯૨.૦૦ લાખનો ખર્ચ થયેલ છે.
વર્ષ ૨૦૦૮-૦૮ માં રૂ.૪૬૧૨.૦૦ લાખની જોગવાઇ સામે ડિસેમ્બર-૦૭ અંતિત રૂ.૩૨૭૯.૮૯ (૭૧.૧૨ ટકા)નો ખર્ચ થયેલ છે. જયારે ૧૩૦૦ ના લક્ષ્યાંક સામે ડિસેમ્બર-૦૭ અંતિત ૧૨૦૧ (૯૨.૩૮ ટકા) કામો પૂર્ણ થયેલ છે.