પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ પોતાને ફાળવેલ વિષયોને લગતી બાબતો અંગે નીતિ વિષયક નિર્ણયો લે છે. તે ઉપરાંત એના અમલ પર દેખરેખ રાખે છે માર્ગદર્શન અને હુકમો ના સ્વરૂપે આદેશો બહાર પાડે છે. આ રીતે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ નિયંત્રણની કામગીરી કરે છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનું આ ૩૧(એકત્રીસ)મું કામગીરી અંદાજપત્ર છે.
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અગ્ર સચિવશ્રીના નિયંત્રણ હેઠળની કામગીરી છે. આ વિભાગમાં તા.૩૧-૦૩-૨૦૧૭ થી ૩૧-૦૩-૨૦૧૮ ના રોજની સ્થિતીએ મંજુર થયેલ અધિકારીઓ કર્મચારીઓની વિગત નીચે પ્રમાણે છે.
રાજય પત્રિત અધિકારીઓ | ||
---|---|---|
ક્રમ | અધિકારી/કર્મચારી | વિગત |
૧ | અગ્ર સચિવશ્રી(પંચાયત) | ૧ |
ર | કમિશ્નરશ્રી-વ- અગ્ર સચિવશ્રી (ગ્રામ વિકાસ) | ૧ |
૩ | નાયબ સચિવશ્રી | ૬ |
૪ | ઉપ સચિવશ્રી | ૭ |
૫ | સેકશન અધિકારી | ૨૦ |
- | કુલ | ૩૫ |
બિન રાજય પત્રિત અધિકારીઓ | ||
---|---|---|
ક્રમ | અધિકારી/કર્મચારી | વિગત |
૧ | નાયબ સેકશન અધિકારી | ૬૨ |
ર | કારકુન | ૩ |
૩ | ઓફીસ આસીસ્ટંટ | ૨૨ |
૪ | લઘુલિપિક ગ્રેડ ૧ (અંગ્રેજી) | ૨ |
૫ | લઘુલિપિક ગ્રેડ ૧ (ગુજરાતી)ી | ૨ |
૬ | લઘુલિપિક ગ્રેડ ૨ | ૫ |
૭ | ટાઈપિસ્ટ | ૧ |
૮ | ડ્રાઇવર | ૪ |
૯ | નાયક, પટાવાળા, હમાલ, પેકર કમ બાઈન્ડર | ૯ |
- | કુલઃ | ૧૦૯ |
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનુ વહીવટી માળખુ પરિશિષ્ટ-૧ મુજબ છે.
પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના વહીવટી અંકુશ હેઠળ નીચે દર્શાવેલ ખાતાના વડાઓ કામ કરે છે.
આ ઉપરાંત નીચે મુજબના નિગમ અને વૈધાનિક સંસ્થા આ વિભાગની પ્રવૃતિઓના વિકાસમાં મદદ કરવા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ કામ કરે છે.
ફાળવેલ વિષયો
(૧) વિભાગના વહિવટી નિયંત્રણ નીચેના બધા રાજયપત્રિત અધિકારીઓ અને રાજયપત્રિત સરકારી નોકરોની નિમણૂક, પદ- નિયુકતીઓ, બદલીઓ, વર્તણુંક, રજા- મંજુરી, પેન્શન વગેરેને લગતી તમામ બાબતો. (ર) વિભાગના વહિવટી નિયંત્રણ નીચેના સચિવાલય કેડરના વર્ગ-૧ અને ર ના અધિકારીઓને પેન્શન મંજુર કરવાને લગતી તમામ બાબતો, અને (૩) વિભાગના વહિવટી નિયંત્રણ નીચેના સચિવાલય કેડરના વર્ગ-૧ ના અધિકારીઓની બે માસ સુધીની રજા તથા વર્ગ-ર ના અધિકારીઓની રજા મંજુર કરવાને લગતી તમામ બાબતો.
વિકાસ કમિશ્નર કચેરીની કામગીરી
વિકાસ કમિશ્નર કચેરી, ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નિયંત્રણ હેઠળ કામ કરતી ખાતાના વડાની કચેરી છે. આ કચેરી ગુજરાત પંચાયત અધિનયમ ૧૯૯૩ અન્વયે ગુજરાતમાં અસ્તીત્વમાં આવેલ ત્રિસ્તરીય પંચાયતી રાજ સંસ્થાઓની સત્તાઓ, ફરજો, કાર્યો અને નાણાંકીય સાધનોના નિયંત્રણ, અંકુશમાં માર્ગદર્શન આપવાના મુખ્ય હેતુથી ૧૫ મી મે, ૧૯૬૪ થી અસ્તિત્વમાં આવેલી છે.
પંચાયતી રાજ સંસ્થાઓ પર દેખરેખ રાખવાની સત્તા વિકાસ કમિશ્નરને સુપ્રત થયેલ હોઇ, તે ઠરાવોનો અમલ મોકુફ રાખી શકે છે અને જિલ્લા પંચાયતો સામેની અપીલ અંગે વિચારણા કરે છે. કસુર કરવા જેવા આંત્યાતિક સંજોગોમાં પંચાયતોને સુપરસીડ પણ કરી શકે છે.
વિકાસ કમિશ્નર કચેરીના વહિવટ અને ધારાકીય કાર્યો નીચે મુજબ છે
1. વહિવટી નિયમન
(અ) જિલ્લા / તાલુકા/ નગર / ગ્રામ પંચાયતોની વાર્ષિક તપાસણી અને પુર્તતાની ચકાસણી.
(બ) હિસાબી નિયમન અને અનુદાનની વહેંચણી.
(ક)હિસાબી, વહિવટી અને આંકડાકીય અહેવાલોનું સંકલન.
૨. ધારાકીય નિયંત્રણ
(અ) ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ અન્વયે સક્ષમ અધિકારી તરીકેની ફરજો અને કાર્યો.
(બ) ગુજરાત પંચાયત અધિનિયમ / નિયમો અન્વયે રાજય સરકારની સુપ્રત સત્તાઓ. (ક) લોકલ ફંડ ઓડિટ એકટ અન્વયે જિલ્લા / તાલુકા પંચાયતોને લગતા ઓડીટ અહેવાલમાં લેવાયેલ બાબતોને લગતું નિયમન.
૩. સેવા સંવર્ગ વિષયક
(અ) વિકાસ સેવા સંવર્ગ વર્ગ-ર માટે નિમણૂંક બદલી અને શિસ્તના નિયમો અન્વયે કાર્યવાહી.
(બ) પંચાયત સેવાના બિનરાજ્ય પત્રિત સંવર્ગો અંગેની કામગીરી.
(ક) પંચાયત કર્મચારીઓની તાલીમ વ્યવસ્થા.
(ડ) પંચાયત પદાધિકારીઓની તાલીમ વ્યવસ્થા.
૪. માર્ગદર્શન અને સંકલન
(અ) પંચાયત સંસ્થાઓને તબદીલ થયેલ યોજનાઓ અને કાર્યક્રમ અંગે મુશ્કેલીઓ પ્રશ્નો તથા પ્રગતિ સમીક્ષા અને સંકલન.
(બ) પંચાયતોની સ્થાનિકી મુલાકાત, સલાહ અને સૂચનો.
(ક) સરકારશ્રીમાંથી ચકાસણી અને અભિપ્રાયો માટે આવતી બાબતોમાં સલાહ અને અભિપ્રાય.
(ડ) હોદ્દાની રૂએ રાજય કક્ષાની જુદી જુદી સમિતિઓના સભ્ય સચિવ કે અધ્યક્ષ તરીકેની કામગીરી.